આ વ્યક્તિએ દુનિયાભરમાં કોરોના વાઈરસનો ચેપ ફેલાવ્યો, જાણો કેવી રીતે

બ્રિટનમાં એક વ્યક્તિની ઠેર ઠેર શોધ થઈ રહી હતી. આ કોઈ ડોન કે ભાગેડુ અપરાધી નહતો પરંતુ આ વ્યક્તિ પર આરોપ છે કે તેણે અજાણતા જ અનેક લોકોને કોરોના વાઈરસથી સંક્રમિત કરી દીધા. હવે શોધ પૂરી થઈ ગઈ છે અને આ વ્યક્તિ હાલ લંડનની એક હોસ્પિટલમાં છે.

આ વ્યક્તિએ દુનિયાભરમાં કોરોના વાઈરસનો ચેપ ફેલાવ્યો, જાણો કેવી રીતે

લંડન: બ્રિટનમાં એક વ્યક્તિની ઠેર ઠેર શોધ થઈ રહી હતી. આ કોઈ ડોન કે ભાગેડુ અપરાધી નહતો પરંતુ આ વ્યક્તિ પર આરોપ છે કે તેણે અજાણતા જ અનેક લોકોને કોરોના વાઈરસથી સંક્રમિત કરી દીધા. હવે શોધ પૂરી થઈ ગઈ છે અને આ વ્યક્તિ હાલ લંડનની એક હોસ્પિટલમાં છે. બિઝનેસમેન સ્ટીવ વોલ્શ (53) પોતે તો કોરોના વાઈરસના સંક્રમણથી આઝાદ થઈ ગયાં અને હાલ તેમને ક્વોર્નટાઈન સેન્ટરમાં રાખવામાં આવ્યાં છે. પરંતુ અત્યાર સુધી તેઓ અનેક દેશોમાં કોરોનાવાઈરસનો ચેપ ફેલાવી ચૂક્યા છે. 

વાત જાણે એમ હતી કે જાન્યુઆરીમાં તેઓ બ્રિટનના ગેસ એનાલિટિક્સ ફર્મ સર્વોમેક્સના સેલ્સ કોન્ફ્રરન્સમાં પહોંચ્યા હતાં અને અહીં કોરોના વાઈરસથી સંક્રમિત થયા. શરૂઆતમાં એવું માનવામાં આવ્યું કે અહીં શામેલ થયેલા ચીની પ્રતિનિધિમંડળે આ ચેપ ફેલાવ્યો પરંતુ સર્વોમેક્સનું કહેવું છે કે તેમના ટેસ્ટ પોઝિટિવ આવ્યાં નહતાં. સર્વોમેક્સે 'સુપર સ્પ્રેડર' ના નામથી મશહૂર થયેલા વોલ્શની એક તસવીર બહાર પાડી છે. આવો જાણીએ વોલ્શે કેવી રીતે દક્ષિણ કોરિયાથી લઈને સ્પેન સુધી કોરોના વાઈરસ ફેલાવ્યો. 

સંક્રમણથી અજાણ વોલ્શે અનેકને ચેપ લગાડ્યો
સિંગાપુરની આલીશાન હયાત હોટલમાં 109 પ્રતિનિધિ હાજર હતાં. તેઓ અહીં ચીની ડાન્સર્સના પરફોર્મન્સની મજા માણી રહ્યાં હતાં પરંતુ થોડા સમય બાદ તેમને અહેસાસ થયો કે તેઓ એક વૈશ્વિક સંકટના કેન્દ્રમાં આવી ગયા છે. કારણ કે અહીંથી પાછા મલેશિયા ફરેલા એક વ્યક્તિમાં કોરોનાના લક્ષ્ણો મળી આવ્યાં હતાં. ત્યારબાદ આ કોન્ફરન્સમાં સામેલ તમામ લોકોને અલગ થલગ રાખવાની વ્યવસ્થા થઈ પરંતુ 109માંથી 94 લોકો પોતાના દેશ પાછા ફરી ચૂક્યા હતાં. તેનાથી જીવલેણ કોરોના વાઈરસ ફેલાતો ગયો. 

સિંગાપુર કોન્ફરન્સમાં સામેલ થવા આવેલા સાઉથ કોરિયાના બે નાગરિકો મલેશિયન દર્દીના સંક્રમણથી બીમાર થયા અને તેમણે આ બીમારી પોતાના બે સંબંધીઓમાં ફેલાવી. કોન્ફરન્સમાં આવેલા વધુ 3 લોકો ચેપથી પ્રભાવિત થયા અને ત્યારબાદ યુરોપમાં તેનો એક કેસ સામે આવ્યો. આ કોન્ફરન્સમાં પણ વોલ્શ હાજર હતાં. 

જુઓ LIVE TV

વોલ્શ કોન્ફરન્સ પૂરી કર્યા બાદ પત્ની સાથે ફ્રાન્સ રજાઓ ગાળવા જતા રહ્યાં હતાં. બ્રિટનમાં તેમના સંપર્કમાં આવેલા ચાર મિત્રો કોરોનાગ્રસ્ત થઈ ગયા હતાં. આ બાજુ ફ્રાન્સમાં તેમની સાથે સ્કી જેટ શેર કરનારા પાંચ અન્ય બ્રિટિશ નાગરિકો પણ ચેપનો ભોગ બન્યાં જેમને હોસ્પિટલ ખસેડાયા હતાં. વોલ્શના સંપર્કમાં આવેલા સ્પેનના એક નાગરિકને ઘરે પાછા ફરતા પોતાને કોરોના વાઈરસનો ચેપ લાગ્યો હોવાનું જાણવા મળ્યું વોલ્શ ત્યાં સુધીમાં 11 લોકોમાં કોરોના વાઈરસ ફેલાવી ચૂક્યા હતાં. 

વિશેષજ્ઞોને યાદ આવી સાર્સ સંબંધિત એક ઘટના
રોયટર્સના રિપોર્ટ મુજબ WHOના ગ્લોબલ આઉટબ્રેક અલર્ટ એન્ડ રિસ્પોન્સ નેટવર્કના અધ્યક્ષ પ્રોફેસર ડેલ ફિશરે કહ્યું કે જેમ જેમ સમય પસાર થઈ રહ્ય છે તેમ તેની જાણકારી મેળવવી કપરી છે કે આ વાઈરસ ક્યાંથી આવ્યો. તેમણે કહ્યું કે જ્યારે કોઈ દર્દી અમારી પાસે કોઈ બીમારીથી પીડાઈને આવે છે અને જાણવું અઘરુ પડે કે ક્યાંથી આવી છે ત્યારે અમે પોતાને ખુબ અસહજ મહેસૂસ કરીએ છીએ. ફિશર અને અન્ય વિશેષજ્ઞ તેની સરખામણી સાર્સના સંક્રમણની એક ઘટના સાથે કરે છે જ્યારે 2003માં હોંગકોંગની એક હોટલમાં રોકાયેલા ચીની ડોક્ટરથી આ ચેપ સમગ્ર દુનિયામાં ફેલાયો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news